જવેલરી ફિલ્ડમાં કેરિયર કેવી રીતે બનાવશો ???
આજના સ્પર્ધાત્મક જગતમાં કોઈ પણ ફિલ્ડમાં કેરિયર બનાવતાં પહેલા બહુ જ વિચારવું જરૂરી છે. આજે આપણે જાણીયે કોઈ પણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સરળ રસ્તાઓ વિષે. આમ જોઈએ તો કોઈ પણ ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે ના બે રસ્તાઓ હોય છે. 1). કોઈ અનુભવ નથી અને શુન્ય થી શરૂઆત કરવી છે, એક બિન-અનુભવી (ફ્રેશર) તરીકે... આમ કરવામાં ઘણી બધી અડચણો આવી શકે છે. પગાર ધોરણ બહુ ઓછું રહેશે, અને પ્રગતિ પણ બહુ ધીમે-ધીમે થશે. પોતાનો વ્યક્તિગત ધંધો શરુ કરવા માંગતા હોવ તો નુકશાનીની શક્યતાઓ પણ વધી જશે. 2). તમને જે-તે ક્ષેત્ર નો અનુભવ છે અને તમે શરુઆત કરો છો... આ તમારો બહુ મોટો પ્લસ-પોઇન્ટ છે. તમે પગાર પણ સારો મેળવી શકશો અને પગારમાં પ્રગતિ પણ જલ્દી મળી શકશે. પોતાનો વ્યક્તિગત ધંધો શરુ કરવા માંગતા હોવ તો નફાનો ગુણાકાર કરી શકશો. આજે બધાને બીજા પોઇન્ટ પ્રમાણે જ કેરિયર શરુ કરવું હોય છે, પરંતુ અનુભવનો અભાવ તેમ નથી કરવા દેતો. તમારી પાસે અનુભવ નથી, તો તમે એક સારા અનુભવીની પાસે શીખીને આવું કરી શકો છો. આજનું આપણું ફોકસ જવેલરી ફિલ્ડમાં કેરિયર બનાવવા તરફ છે. જવેલરીમાં ઘણી બધી જગ્યાઓ છે, જ્યાં તમે ક...
Comments
Post a Comment