જવેલરી ફિલ્ડમાં કેરિયર કેવી રીતે બનાવશો ???
1). કોઈ અનુભવ નથી અને શુન્ય થી શરૂઆત કરવી છે, એક બિન-અનુભવી (ફ્રેશર) તરીકે... આમ કરવામાં ઘણી બધી અડચણો આવી શકે છે. પગાર ધોરણ બહુ ઓછું રહેશે, અને પ્રગતિ પણ બહુ ધીમે-ધીમે થશે. પોતાનો વ્યક્તિગત ધંધો શરુ કરવા માંગતા હોવ તો નુકશાનીની શક્યતાઓ પણ વધી જશે.
2). તમને જે-તે ક્ષેત્ર નો અનુભવ છે અને તમે શરુઆત કરો છો... આ તમારો બહુ મોટો પ્લસ-પોઇન્ટ છે. તમે પગાર પણ સારો મેળવી શકશો અને પગારમાં પ્રગતિ પણ જલ્દી મળી શકશે. પોતાનો વ્યક્તિગત ધંધો શરુ કરવા માંગતા હોવ તો નફાનો ગુણાકાર કરી શકશો.
આજે બધાને બીજા પોઇન્ટ પ્રમાણે જ કેરિયર શરુ કરવું હોય છે, પરંતુ અનુભવનો અભાવ તેમ નથી કરવા દેતો. તમારી પાસે અનુભવ નથી, તો તમે એક સારા અનુભવીની પાસે શીખીને આવું કરી શકો છો.
આજનું આપણું ફોકસ જવેલરી ફિલ્ડમાં કેરિયર બનાવવા તરફ છે. જવેલરીમાં ઘણી બધી જગ્યાઓ છે, જ્યાં તમે કેરિયર શરુ કરી શકો છો. તમારે કેરિયર સારી રીતે બનાવવું છે, પણ અનુભવ નથી. તો શું કરવું?
આજે બહુ બધા ઇન્સ્ટિટ્યુટ્સ છે, જે આ ફિલ્ડનું જ્ઞાન આપે છે. કોઈ સારા ઇન્સ્ટિટ્યૂટને શોધો અને તેમાં ચલાવવામાં આવતા કોર્ષ માંથી તમારી પસંદનો કોર્ષ સિલેક્ટ કરી જે-તે બાબતનું જ્ઞાન મેળવી શકો છો....
આજે બહુ બધા ઇન્સ્ટિટ્યુટ્સ છે, જે આ ફિલ્ડનું જ્ઞાન આપે છે. કોઈ સારા ઇન્સ્ટિટ્યૂટને શોધો અને તેમાં ચલાવવામાં આવતા કોર્ષ માંથી તમારી પસંદનો કોર્ષ સિલેક્ટ કરી જે-તે બાબતનું જ્ઞાન મેળવી શકો છો....
પરંતુ એક બહુ જ વિચારવા લાયક બાબત છે, કે સારું ઇન્સ્ટિટ્યૂટ કોને કહેવાય ???
* ખૂબ જ મોટું પ્રિમાઇસ (બિલ્ડીંગ) ધરાવતું હોય એ ?
* ખુબ જ સારું ફર્નિચર (ઇન્ટિરિયર) હોય એ ?
* ઘણી બધી ફેકલ્ટીઓ (શિક્ષકો) હોય એ ?
* અથવા ફી ઓછી હોય એ ?
* ખુબ જ સારું ફર્નિચર (ઇન્ટિરિયર) હોય એ ?
* ઘણી બધી ફેકલ્ટીઓ (શિક્ષકો) હોય એ ?
* અથવા ફી ઓછી હોય એ ?
ના.....
આ બધું જ હોવા છતાં જો તમને એજ્યુકેશન ક્વોલિટી નથી મળતી, તો એને સારું ઇન્સ્ટિટ્યૂટ ના કહી શકાય. ઘણી બધી વખત એવું બને છે, કે એડમિશન લેતા પહેલા આપણે આ બધી બાબતો પર જ ધ્યાન આપતા હોઈએ છીએ. અને પાછળથી છેતરાયાનો અનુભવ થાય છે. એવું પણ જોવા મળે છે, કે આવા ઘણા ઇન્સ્ટિટ્યુટ્સ માં સ્ટુડન્ટ પર પૂરતું ધ્યાન જ નથી આપવામાં આવતું અથવા આપવામાં આવે છે, તો અપૂરતું. જેના પરિણામે શીખેલ વ્યક્તિનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. પુરી ફી ભર્યા પછી, કે 2-3 વર્ષના લાંબા સમયગાળાના કોર્ષ કર્યા પછી પણ નોકરી શોધવામાં તકલીફ પડતી હોય છે. સરવાળે ફિલ્ડને દોષ આપવામાં આવે છે, કે આ ફિલ્ડમાં કેરિયર બનાવવાનો વિચાર જ ખોટો હતો.
હકીકતમાં એવું નથી, તમે જયારે કોઈ પણ ઈન્ટિટ્યૂટમાં જોઈન કરવા માંગો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારે પાછળથી કોઈ પણ જાતની ફરિયાદ નહિ રહે....
અગિયાર ડગલાં સફળતા તરફ...
1). સૌથી મહત્વની બાબત - એજ્યુકેશન ક્વોલિટી- તમે ઉપરની બધી જ બાબતો માં બાંધ-છોડ કરી શકો છો, પણ એજ્યુકેશન ક્વોલિટીમાં બાંધ-છોડ ના કરી શકાય. એજ્યુકેશન ક્વોલિટી ચેક કરવા માટે તમે જે-તે ઇસ્ટિટ્યૂટમાં શીખવા આવતા સ્ટુડન્ટ્સ નું વર્ક જોઈ શકો છો. આજે સોશ્યિલ મીડિયા પર પણ બધા જ ઇન્સ્ટિટ્યૂટના પેજ બનેલા જ હોય છે, એમાં પણ તમે રીવ્યુ અને એમણે મુકેલ સ્ટુડન્ટના વર્ક જોઈ શકો છો. પેજ પર થી જ ઇન્સ્ટિટ્યૂટ ના પૂર્વ સ્ટુડન્ટ્સને વ્યક્તિગત રીતે સંપર્ક કરીને તેમને ઇન્સ્ટિટ્યૂટનો રીવ્યુ પૂછી શકો છો. મોટાભાગે પેઈડ સર્ચ એન્જીન કે ડિરેક્ટરીમાં નેગેટિવ રિવ્યુને રીમુવ કરાવી દેવામાં આવતા હોય છે, આ માટે તમે ફેસબુક કે ગુગલ ને વિશ્વાસપાત્ર ગણી એના રીવ્યુ પર ભરોસો મૂકી શકો છો.
2). મોટાભાગે દરેક સારા ઇન્સ્ટિટ્યૂટની પોતાની વેબસાઈટ હોય જ છે. અને તેના પર તેઓ પોતાની સારી બાબતો (જો કઈ પણ હોય તો...) વિષે જરૂર થી જણાવશે. તમે આ બાબત ચેક કરી શકો છો. જો ઇન્સ્ટિટ્યૂટમાં ક્વોલિટી બાબત બતાવવા જેવું કઈ નહિ હોય, તો એમણે માત્ર પોતાના ઇન્ટિરિયર, બિલ્ડીંગ ના ફોટોઝ કે દેશ-દુનિયાના ન્યુઝ ને ફોકસ કરેલું હશે. હવે જો તેમના કંઈ પ્લસ પોઈન્ટ્સ જણાવેલ હોય, તો તમે બીજા ઇન્સ્ટિટ્યૂટના પ્લસ પોઈન્ટ્સ સાથે આશાનીથી કંપેર (compare) કરી ને નિર્ણય લઇ શકશો.
3). ઇન્સ્ટિટ્યૂટ કેટલું જૂનું છે? જેટલા વર્ષોનો વધુ અનુભવ હોય, તેટલું જ સારી રીતે શીખી શકાશે. આજ બાબત તેમની ફેકલ્ટીને પણ લાગુ પડે છે. અનુભવી શિક્ષક પાસેથી તમને ઘણું બધું વધુ શીખવા મળી શકશે. આજે એવું પણ જોવા મળે છે, કે કોઈ જગ્યાએ શીખેલ બિન અનુભવી કે ઓછા અનુભવી અથવા પોતાની જ ઇન્સ્ટિટ્યૂટમાં શીખેલ સારા લગતા હોય તેવા સ્ટુડન્ટને ફેકલ્ટી તરીકે રાખી દેવામાં આવે છે. હવે આવી ફેકલ્ટી પાસેથી તમે શું આશા રાખી શકો?
4). ઇન્સ્ટિટ્યૂટ નાનું છે, કે મોટું છે એનું કોઈ ખાસ મહત્વ નથી. ત્યાં શું અને કેવી રીતે શીખવવામાં આવે છે આ બાબત બહુ જ અગત્યની છે. ટ્રેનિંગ સિસ્ટમ કેવી છે? આજે મોટાભાગે બધે જ બેચ સિસ્ટમ પ્રમાણે શીખવવામાં આવે છે, પરિણામે દરેક સ્ટુડન્ટસ પર પૂરતું ફોકસીંગ નથી થઇ શકતું. અને શીખેલ સ્ટુડન્ટ્સ મનમાં ઘણા બધા ડાઉટ્સ/મૂંઝવણો સાથે ત્યાંથી બહાર આવે છે. આવા મુંજાયેલા મન સાથે કેવી રીતે સારી જોબ મળી શકે? તપાસ કરો કોઈ એવા ઇન્સ્ટિટ્યૂટની, જ્યાં તમને વ્યક્તિગત રીતે શીખવવામાં આવતું હોય. કોઈ પણ પ્રકારના બેચના બંધન વગર.
5). એક સાથે કેટલા સ્ટુડન્ટ્સને શીખવવામાં આવે છે? આ પણ એક બહુ જ અગત્યની બાબત છે. એક ફેકલ્ટીની કેપિસિટી વધુમાં વધુ અનુભવી હોય તો 12-15 સ્ટુડન્ટ્સની હોઈ શકે. તમને જયારે શીખવવામાં આવે છે, ત્યારે કેટલા સ્ટુડન્ટ્સને સાથે શીખવાય છે? અથવા ત્યાં સ્ટુડન્ટ- ફેકલ્ટીનો રેશિયો શું છે? આ પણ ચેક કરવું જરૂરી છે. જેટલા ઓછા સ્ટુડન્ટ્સ હશે, એટલું જ તમને વધુ ધ્યાન આપીને શીખવવામાં આવશે.
6). કેરિયરલક્ષી કોર્ષ કરવાનો હોય ત્યારે કોર્ષના સિલેબસ શું-શું છે, એ પણ જાણવું જરૂરી છે. મોટાભાગે બધે જ પ્રાઇવેટ રીતે કોર્ષ ડિઝાઇન કરવામાં આવતા હોવાથી, એક સરખા નામના કોર્ષ હોવા છતાં સિલેબસમાં ઘણો મોટો તફાવત હોઈ શકે છે. માટે કોર્ષ જોઈન કર્યા પછી, તમને શું-શું શીખવવામાં આવશે ? એ બાબતની સંપૂર્ણ જાણકારી તમને એડમિશન લીધા પહેલાં હોવી જરૂરી છે.
7). કોમ્યુટર રિલેટેડ કોર્ષ કરો છો, ત્યારે ઉપરની બાબતો ઉપરાંત મહત્વની બાબત છે, તમે જે સોફટવેર પર શીખવાના છો, એ લાયસન્સ સોફટવેર છે કે નહિ? આજે ઘણા બધા ક્લાસીસ કે ઇન્સ્ટિટ્યૂટમાં પાયરેટેડ સોફટવેર પર જ શીખવવામાં આવતું હોય છે. જેના બહુ બધા ગેરફાયદાઓ છે - પ્રથમ તો એ કે સોફટવેરના જુના વર્જન પર જ શીખવતા હશે. બીજું ત્યાં તમે બધા કમાન્ડ નહિ શીખી શકો. ખાસ કરીને એડવાન્સ કમાન્ડ્સ, જે ઘણા ઉપયોગી હોય છે એ પાયરેટેડ સોફટવેરમાં કામ નથી કરતા. ત્રીજું 90% બાબતોમાં એવું જાણવા મળ્યું છે, કે પાયરેટેડ સોફટવેર પર શીખવતા વ્યક્તિઓને જે-તે સોફટવેરનું પૂરું જ્ઞાન પણ નથી હોતું. અને સરવાળે તેઓ શીખવા આવનાર વ્યક્તિના ભવિષ્યને અંધકારમાં ધકેલી દે છે.
8). તમે જે ફિલ્ડમાં કેરિયર બનાવવા માંગતા હોવ, તે ફિલ્ડને લગતું એડિશનલ નોલેજ તમારી પાસે હોવું પણ એટલું જ અગત્યનું છે. જે જગ્યાએ તમે શીખવા માંગતા હોવ, ત્યાં કેટલું એડિશનલ નોલેજ અપાય છે ? એ પણ એક વખત જાણી લો.
9). આજે જવેલરીનું કે અન્ય કોઈ પણ ક્ષેત્ર માત્ર એક શહેર કે ક્ષેત્ર પૂરતાં માર્યાદિત નથી રહ્યાં. તમે જે કઈ શીખો છો એ ઇન્ટરનેશનલ માર્કેટ ના ધારા-ધોરણ પ્રમાણે અને ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે શીખવવામાં આવે છે કે નહિ એ પણ જાણી લો. તમે ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે શીખેલ છો, તો આ બાબત તમને ભવિષ્યમાં બહુ મોટી તક અપાવી શકે છે.
10). ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્લેસમેન્ટ આપવામાં આવે છે, કે નહિ? જો તમે એક સારા ઇન્સ્ટિટ્યૂટની શોધ કરી લીધી છે અને એમની ક્વોલિટી સાચે જ સારી છે, તો એ તમને પ્લેસમેન્ટ ની ખાતરી ચોક્કસથી આપશે. જો પ્લેસમેન્ટ નથી આપવામાં આવતું, તો એટલું સમજી જાઓ કે એમની ક્વોલિટી પર એમને પોતાને જ વિશ્વાસ નથી. ત્યાં તમને ગમે તેટલી કે ગમે તે રીતે પ્રભાવિત કરવામાં આવ્યા હોય, પણ જો એમને પોતાને જ ખબર છે, કે તેમની ક્વોલિટી માર્કેટમાં ચાલી શકે તેમ નથી, તો આવી જગ્યાએથી શીખ્યા પછી તમે તમારું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકશો?
11). એક કહેવત છે- મહેંગા રોયે એક બાર, સસ્તા રોયે બાર-બાર - જયારે વાત આપણા ભવિષ્ય સાથે જોડાયેલ હોય, ત્યારે ફી બાબતે થોડું જતું કરવું જરૂરી છે. સારી ક્વોલિટીની ખાતરી આપતા ઇન્સ્ટિટ્યૂટમાં ફી નું ધોરણ વધારે હોવાની શક્યતાઓ છે જ. પરંતુ સામે જો ભવિષ્ય સિક્યોર થતું હોય, તો ફી બાબત થોડી બાંધ-છોડ કરી લેવી એ ઇચ્છનોય છે. કોઈ ઈન્ટિટ્યૂટમાં ફી નું એમાઉન્ટ વધારે લાગતું હોય અને એના બદલે ઓછી ફી વાળા ઈન્ટિટ્યૂટ માં કોર્ષ જોઈન કરી લીધો હોય અને પછી પાછળથી પસ્તાવાનો વારો આવે એવું પણ બનતું હોય છે.
અમને આશા છે, કે આ અગ્યાર મુદ્દાઓની ગાઇડલાઇન તમારા ભવિષ્યને એક સારા રસ્તે લઇ જશે. અને તમારું કેરિયર એક સાચા અને સારા ટ્રેક પર સેટ થઇ શકશે.
_________________________________________________________________________________
જવેલરી ડિઝાઇનિંગ શીખવા માટે ગોયમ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ શા માટે ??? વધુ માહિતી આ લિંક પરથી જાણો...
http://www.goyamdiamondinstitute.com/Why-Goyam
http://www.goyamdiamondinstitute.com/Why-Goyam
આ બ્લોગમાં ડાયમંડસ, જવેલરી, જવેલરી ડિઝાઇનિંગ, જવેલરી મેન્યુફેક્ચરિંગ, જેમ્સ, કેડ અને કેમ વિશેની વિગતવાર અને રસપ્રદ માહિતી આપવામાં આવે છે. જો તમે પણ આ વિષયોમાં તમારું જ્ઞાન વધારવા માંગતા હોવ, તો અમારો બ્લોગ કાયમી જોતા રહો. તમે આ માટે અમારા ફેસબુક પેજ ને લાઈક કરીને પણ અમારા બધાજ બ્લોગ વાંચી શકો છો....
અમારું ફેસબુક પેજ લાઈક કરવા માટે ક્લિક કરો....
https://www.facebook.com/goyamjewellerydesigning/
અમારું ફેસબુક પેજ લાઈક કરવા માટે ક્લિક કરો....
https://www.facebook.com/goyamjewellerydesigning/
બિલકુલ ફ્રીમાં તમારું જ્ઞાન વધારવા માટે અને જવેલરી ડિઝાઇનિંગ શીખવા માટેના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ....
https://www.youtube.com/channel/UC0rsBBMWQDHC0GjiZgn7x2g
https://www.youtube.com/channel/UC0rsBBMWQDHC0GjiZgn7x2g
#jewellery design course #jewelry design school #jewellery courses #jewelry design classes #jewellery design course online #fashion jewelry #jewelry classes #jewellery design #diamond jewellery designs #indian jewellery designs #online jewellery courses #jewellery design course details #earn jewelry design #jewelry design college #jewelry design training #school of jewellery #new jewellery design #best jewelry design school #jewellery designing courses #jewellery design course colleges #jewellery designing courses distance learning #ornament designing course #gold jewellery design course #italian jewelry #jewellery designing institute #best jewellery designing courses #jewellery training courses #jewelry design education #jewelry design school near me #jewellery designing courses fees #jewellery management course #jewelry designer jobs #jewel school institute #jewelry drawing classes #jewellery training #jewellery institute #jewellery design distance learning #jewellery designing course syllabus #best jewelry design schools in the world #jewellery courses distance learning #jewellery design course online #best jewellery designing institute #how to design jewelry #jewelry training classes #jewellery designing courses abroad #jewellery design course in india #local jewelry designing classes#Career in Jewellery #career prospects in jewellery #how to start career in jewellery #career guidance #career after 12th # career after graduation # career after 10th # best career after study





Comments
Post a Comment